મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગરમાં થયેલ મારામારીમાં સમજાવવા માટે ગયેલ મહિલા અને તેની દીકરીને માર માર્યો: 6 સામે ફરિયાદ


SHARE











વાંકાનેરના આંબેડકરનગરમાં થયેલ મારામારીમાં સમજાવવા માટે ગયેલ મહિલા અને તેની દીકરીને માર માર્યો: કુલ 6 વ્યક્તિ સામે ફરિયાદ

વાંકાનેરમાં આવેલ આંબેડકર નગર શેરી નં- 3 માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ ફરિયાદ નોંધાઇ હતી ત્યાર બાદ હવે સામાપક્ષેથી ફરિયાદ કરવામાં આવતા પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં આવેલ મહાવીર નગર સોસાયટીમાં રહેતા જયાબેન મનુભાઈ સોલંકી (45)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અરવિંદભાઈ રૂપાભાઈ સોલંકી, જીતેશભાઈ અરવિંદભાઈ સોલંકી, અરવિંદભાઈની દીકરી વૈશાલીબેન અને હેતલબેન તેમજ ભવાનભાઈ રૂપાભાઈ સોલંકી અને નિલેશભાઈ ભવનભાઈ સોલંકી રહે. બધા આંબેડકરનગર વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી અરવિંદભાઈ તેના દીકરા તેમજ દીકરીએ સાહેઅમૃતભાઈને છૂટી ઈંટ મારીને બંને પગમાં ઇજા કરી હતી અને ગાળો બોલી હતી જેથી ફરિયાદી અને તેની દીકરી શીતલ બંને આરોપીના ઘરે સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી હતી અને વૈશાલીબેન તથા હેતલબેનએ ફરિયાદી અને સાહેશીતલબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો જેમાં ફરિયાદીને જમણા ખભામાં ઇજા થયેલ છે અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાસારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News