મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજ બાબતે આપેલ અરજીનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ લોખંડના પાઇપથી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં વ્યાજ બાબતે આપેલ અરજીનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ લોખંડના પાઇપથી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના રવાપર ગામ પાસે રહેતા યુવાને અગાઉ પૈસા બાબતે પોલીસમાં અરજી કરી હતી અને તે બાબતે સમાધાન થઈ ગયું હતું જોકે, તે વાતનું મનદુઃખ રાખીને બે શખ્સોએ યુવાન મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શિવાની શોપિંગ સેન્ટર નજીક હતો ત્યારે તેના ઉપર લોખંડના પાઇપ ડે હુમલો કર્યો હતી અને યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને ડાબા પગમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હતી અને તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં મારુતિનંદન એપાર્ટમેન્ટ બ્લોક નંબર-701 ખાતે રહેતા અને સિરામિક ટ્રેડિંગનું કામ કરતા કેવલભાઈ વિનોદભાઈ હરિયાણી (23)એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ જેમલભાઈ ભુંભરીયા રહે. ગડી અને પ્રકાશભાઈ રામજીભાઈ પઢારીયા રહે. રામપર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે શિવાની શોપિંગ સેન્ટર નજીક તે હતો ત્યારે અગાઉ આરોપીઓ વિરુદ્ધ એક વર્ષ પહેલા વ્યાજના પૈસા બાબતે પોલીસમાં અરજી આપેલ હતી જે બાબતે ત્યારે સમાધાન થઈ ગયું હતું તેનો ખાર રાખીને બંને આરોપીઓએ ફરિયાદી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીને માર મારતા ડાબા પગમાં ફ્રેકચર જેવી ઇજા થયેલ છે અને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેના પિતા અને મામાને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.

બાઇક સ્લીપ

ઘુનડા સજનપર ગામે રહેતા મહેશભાઈ જયંતીભાઈ પરેચા (44) નામનો યુવાન બાઇક લઈને સદભાવના હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ હાલતમાં તે યુવાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ નાથાભાઈ બહુકીયા (29) નામના યુવાને પોતે પોતાની જાતે પોતાના હાથ ઉપર છરી વડે ઇજા કરી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News