મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોળી સમાજની વાડીનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ


SHARE













વાંકાનેરમાં કોળી સમાજની વાડીનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ

વાંકાનેરના કોળી સમાજ માટે શહેરના નજીક થાન રોડ પર આવેલ પવિત્ર સ્થળ માંધાતા ધામ, ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથબાપુના મંદિર પ્રાંગણમાં કોળી સમાજ વાડીનું નિર્માણ કર્યું છે અને તે વાડીનું ગુજરાત સરકારના કેબિને મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ વાડીના ઉદ્ઘાટન પ્રસંગે કાળાસર જગ્યાના મહંત વાલજીભગત તેમજ મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા અને ચુવાડીયા કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જીંજવાડીયા સહિતના હાજર રહ્યા હતા આ તકે શ્રી કોળી સમાજ વાડીના સ્થાપક અને મુખ્ય દાંતા શ્રીમતિ જીજ્ઞાસાબેન મેરે જણાવ્યુ હતું કે, સમાજવાડીએ કોળી સમાજની એકતાનું પ્રતિક છે. કોળી સમાજની આ નવનિર્મિત વાડી સમાજના સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યો માટે એક મંચ પૂરો પાડશે. આ સાથે સમસ્ત કોળી સમાજના તમામ ગામના સરપંચો, આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા જય માંધાતા અને જય વેલનાથના નાદથી માંધાતા ધામના શુત્ર શ્રદ્ધા સાથે એકતાનું પ્રતિકને સાર્થક કર્યું હતું.

આ લોકાર્પણ કાર્યક્રમના આયોજકોમાં જીજ્ઞાસાબેન મેર, વાઘજીભાઈ ડાંગરોચા, ચતુરભાઈ મકવાણા, કાળુભાઈ કાકરેચા, રતિલાલભાઈ અણીયારીયા, ભગવાનજીભાઈ મેર, રાજુભાઈ ભૂવા મેર, દામજીભાઈ ધોરીયા, જિતેન્દ્રભાઈ ધરજીયા, રમેશભાઈ સારલા, ગોરધનભાઈ સરવૈયા, મગનભાઈ રાઠોડ, જયંતિભાઈ સાબરિયા, રાજુભાઈ માલકિયા, લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ જાડા, પ્રેમજીભાઈ વીંજવાડીયા, પ્રભુભાઈ, સુખદેવભાઈ ડાભી અને દેવાભાઈ વિંજવાડીયાએ જહેમત ઉઠાવી હતી.






Latest News