મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા


SHARE











મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અનુસંધાને સેવા ભારતી મોરબી જિલ્લા સંલગ્ન ડો હેડગેવાર સ્મારક સમિતિ મોરબી સંચાલિત સ્વાવલંબન આયામ સંકલિત  મહિલા સીવણ કેન્દ્ર ચલાવવામાં આવે છે જે વિદ્યાનગર સોસાયટી ભડીયાદ રોડ પર આવેલ છે. સીવણ કેન્દ્રમાં તાલીમ લઈ રહેલ ૨૪ બહેનોને તાલીમ પુરી થતાં પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં. આ તકે મોરબી નગરના સંઘચાલક સુરેશભાઈ સોરીયા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રકલ્પો અને મહિલા સ્વાવલંબન તથા સ્ત્રી સશક્તિકરણનું મહત્વ અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સેવાપ્રમુખ લાલજીભાઈ કુનપરા, નગરસેવા પ્રમુખ હરિભાઈ સરડવા, લલિતભાઈ પાન્ડેજી તથા પ્રહલાદભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાબેન પાટડીયા દ્વારા કરવામાં આવ્યું હતુ.






Latest News