મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર રહેતા પરિવારના બાળકનું બીમારી સબબ મોત


SHARE











મોરબીના પ્રેમજીનગર રહેતા પરિવારના બાળકનું બીમારી સબબ મોત

મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા પરિવારના બાળકને બીમારી હોય બીમારી બબ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તે બાળકનું મોત નીપજયું હતુ જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં કાંતિભાઈ ચાવડાના મકાનમાં રહેતા પપ્પુભાઈ ચાવડાના 14 વર્ષના દેવકરણને બીમારી સબબ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે રામકૃષ્ણ નગર વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ નટવરભાઈ મીરાણી (50) નામના આધેડ એક્ટિવા લઈને લાલબાગ સેવા સદન પાસેથી જતા હતા ત્યાં બાઇક વાળાએ અચાનક આડુ બાઈક કાઢતા એક્ટિવાને બ્રેક કરતાંની સાથે જ એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા

મહિલા સારવારમાં

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલ ઈશ્વરીયા ગામના રહેવાસી રમાબેન ભગવાનભાઈ (52) નામના મહિલા દીકરાના બાઈકમાં પાછળ બેસીને બાઈકમાં જતા હતા ત્યારે ગામ નજીક તેમનું બાઈક સ્લીપ થયું હતું જે બનાવમાં ઈજા પામેલ મહિલાને ખાનગી હોસ્પિટલે સારવારમાં લાવ્યા હતા 






Latest News