મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે બાળકો વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખીને બે મહિલા સહિત વ્યક્તિએ 14 વર્ષની બાળકીને મારમાર્યો


SHARE











વાંકાનેરના જોધપર ગામે બાળકો વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખીને બે મહિલા સહિત વ્યક્તિએ 14 વર્ષની બાળકીને મારમાર્યો

વાંકાનેરના જોધપર ગામે વણકરવાસ ચોકમાં બાળકો રમતા હતા ત્યારે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ રિક્ષામાં ત્યાં આવ્યા હતા અને ઝઘડો કરનારા બે બાળકની બહેનને ઝાપટો મારી હતી તથા પાઇપ વડે અને ઢીકાપાટુનો માથામાં અને શરીરે માર મારીને ઈજા કરી હતી જેથી તેને સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇજા પામેલ દીકરીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ભાવુબેન કિશનભાઇ સોલંકી (34)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણભાઈ અમરશીભાઈ સોલંકી, મધુબેન ગોપાલભાઈ સોલંકી, મીનાબેન પ્રવીણભાઈ સોલંકી રહે. બધા જોધપર વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે જોધપર ગામના વણકરવાસ ચોકમાં ફરિયાદીના દીકરા જયદીપ અને જયદેવ તથા આરોપીનો દીકરો માનવ રમતા હતા અને ત્યાં રમતા રમતા તેઓની વચ્ચે ઝઘડો થયો હતો જે બાબતનો ખાસ રાખીને ત્રણેય આરોપીઓ રિક્ષામાં ત્યાં આવ્યા હતા ત્યારે ફરિયાદીની દીકરી શિવાનીબેન (14) ચોકમાં રમતી હોય તેને પ્રવીણભાઈ સોલંકીએ ઝાપટો મારીને પાઇપ વડે માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ મધુબેને પાઇપ વડે તેને જમણા હાથે માર માર્યો હતો અને મીનાબેન ઢીકાપાટુનો મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ દીકરીને સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ દીકરીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News