સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE





વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળની પાળી ઉપરથી યુવાન અકસ્માતે નીચે પડ્યો હતો જેથી કરીને તેની માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીને રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ રાજપુત (26) નામનો યુવાન કારખાનામાં લેબર ક્વાર્ટરમાં પહેલા માળે હતો ત્યારે પાળી ઉપરથી કોઈ કારણોસર અકસ્માતે નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજથયેલ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની સંજયભાઈ પ્રભુભાઈ કાવર (37) રહે. લાલપર તાલુકો મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે

મોબાઈલ ફોનની ચોરી

મોરબીમાં નગર દરવાજા પાસે આવેલ કડિયા શેરીમાંથી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ગ્રીન ચોક નજીક આવેલ કડિયાવાસમાં રહેતા સફીમોહમ્મદ ઈદ્રીશભાઈ ગુર્જર (29) ના મોબાઈલ ફોનની રાહિલ રહે. બિહાર વાળાએ ચોરી કરી છે જેથી કરીને સેમસંગ કંપનીનો 13,500 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કર્યો હોવા અંગેની ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે રાહીલ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News