મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

રક્ષાબંધન એસટીને ફળી: મોરબી ડેપોમાં એક જ દિવસમાં 4.73 લાખની આવક


SHARE











રક્ષાબંધન એસટીને ફળી: મોરબી ડેપોમાં એક જ દિવસમાં 4.73 લાખની આવક

મોરબી એસટી ડેપો દ્વારા રક્ષાબંધન નિમિત્તે જુદા જુદા રૂટ ઉપર એકસ્ટ્રા બસો મૂકવામાં આવી હતી તેમજ જે રોજિંદા બસો દોડતી હોય છે તેમાં મુસાફરોનો ઘસારો હતો જેથી કરીને મોરબી એસટી ડેપોની આવકમાં ધરખમ વધારો થયો છે. અને એક દિવસમાં અંદાજે સવા લાખ જેટલી આવક મોરબી એસટી ડેપોમાં વધી હતી. અને સોમવારના દિવસ દરમિયાન 4.73 લાખ રૂપિયાની આવક મોરબી એસટી ડેપોમાં નોંધાયેલ છે.

રક્ષાબંધનની ઉજવણી માટે થઈને બહેનો ભાઈના ઘરે જતી હોય છે અને તેને લઈને એસટીમાં મુસાફરોની સંખ્યા વધતી હોય છે ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે ચોક્કસ રૂટ ઉપર એક્સ્ટ્રા બસો પણ એસટી વિભાગ દ્વારા મુકવામાં આવતી હોય છે ત્યારે મોરબી એસટી ડેપોની વાત કરીએ તો મોરબી એસટી ડેપો દ્વારા રક્ષાબંધન પર્વે મોરબીથી દાહોદની બે, અમદાવાદની બે અને દ્વારકાની એક એક્સ્ટ્રા બસ મુકવામાં આવી હતી તે ઉપરાંત રોજિંદા જે બસો ચાલતી હોય છે તેમાં પણ મુસાફરોનો ઘસારો હોવાના કારણે મોરબી એસટી ડેપોની આવકમાં સવા લાખ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

મોરબી એસટી ડેપોના મેનેજર અનિલભાઈ રબારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોરબી એસટી ડેપો દ્વારા દરરોજ 17 હજાર કિલોમીટરના જુદા જુદા રૂટ ઉપર એસટી બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે જેના થકી મોરબી એસટી ડેપોને દૈનિક અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાની આવક થતી હોય છે જોકે, રક્ષાબંધનના દિવસે મોરબી એસટી ડેપોને એક્સ્ટ્રા બસોનું સંચાલન તથા દૈનિક રૂટ ઉપર ચાલતી બસોનું સંચાલન કરવાથી 4.73 લાખની આવક થયેલ છે આમ રક્ષાબંધન પર્વે એક જ દિવસમાં મોરબી એસટી ડેપોની આવકમાં સવા લાખ રૂપિયાનો વધારો થયેલ છે.






Latest News