મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં કલેકટરે સપ્રાઇસ ચેકિંગ કરતાં 20 કર્મચારી ઘેર હાજર હોવાનું ખૂલ્યું: ગુટલીબાજોને નોટિસ ફટકારી


SHARE











મોરબી પાલિકામાં કલેકટરે સપ્રાઇસ ચેકિંગ કરતાં 20 કર્મચારી ઘેર હાજર હોવાનું ખૂલ્યું: ગુટલીબાજોને નોટિસ ફટકારી

મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે કે નહી તેની થોડા સમય પહેલા જિલ્લા અને તાલુકા સેવ સદનમાં ચકાસણી કરવામાં આવી હતી ત્યારે કુલ 18 અધિકારી અને કર્મચારીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું ત્યાર બાદ મોરબીના કલેક્ટર દ્વારા આજે મોરબી પાલિકા કચેરીમાં સરપ્રાઇસ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ૨૦ કર્મચારીઓ ફરજમાં ગુટલી મારીને હાજર ન હોવાનું સામે આવ્યું હતું.

મોરબી જિલ્લાના કલેકટર કે.બી ઝવેરી લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનો નિકાલ કરવા માટે મંગળવારે પાલિકા કચેરીએ આવે છે જો કે, આજે સવારે તે આવ્યા ન હતા અને બપોરે ઓચિંતા કલેક્ટર પાલિકાએ પહોચ્યા હતા ત્યારે દરેક વિભાગની ચકાસણી કરતા કુલ મળીને ૨૦ જેટલા કર્મચારી ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું અને કર્મચારી ફરજમાં ગુટલી મારીને ગયા હોવાથી ગેરહાજર કર્મચારીઓને કલેકટરે નોટીસ આપી છે અને ક્યાં કારણોસર ગેરહાજર હતા તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે.






Latest News