મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: બીડી પીતા ભાણેજને મામાએ ઠપકો આપતા રેલ્વે સ્ટેશને પહોચેલા સગીરનું RPF એ પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE











મોરબી: બીડી પીતા ભાણેજને મામાએ ઠપકો આપતા રેલ્વે સ્ટેશને પહોચેલા સગીરનું RPF એ પરિવાર સાથે મિલન કરાવ્યુ

વર્તમાન સમયમાં ઘણી વખત લોકો માટે લાલબત્તી સમાન ઘટનાઓ સામે આવે છે આવી જ એક ઘટના મોરબીમાં સામે આવી છે જેમાં બીડી પીતા ભાણેજને મામાએ ઠપકો આપતા તે સગીર રેલ્વે સ્ટેશને પહોચી ગયો હતો અને ત્યાર બાદ સગીરને સમજાવીને RPF ની ટીમે પરિવાર સાથે મિલન કરવાયું હતું

મોરબીમાં ફરજ બજાવતા આરપીએફના સહાયક સબ ઇન્સ્પેક્ટર નરેશકુમાર ચૌહાણને સવારે 10.30 વાગ્યે સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયામાં એક 14 વર્ષનો છોકરો વ્યથિત અને શાંત હાલતમાં એકલો જોયો હતો. તેણે સમજદારી વાપરી અને તેની સાથે વાત કરી હતી અને કાઉન્સેલિંગ દરમિયાન છોકરાએ જણાવ્યું કે તે લગભગ 15 દિવસ પહેલા બિહારના મુઝફ્ફરપુરથી મોરબીમાં તેના મામાના ઘરે આવ્યો હતો. છોકરાના મામાને આરપીએફ દ્વારા પોસ્ટ પર બોલાવવામાં આવ્યા હતા જેમણે માહિતી આપી હતી કે જ્યારે તેણે તેના ભાણેજને બીડી પીતા જોયો ત્યારે તેણે ઠપકો આપ્યો અને સમજાવ્યું હતું. છોકરો કોઈને જાણ કર્યા વગર મોરબી સ્ટેશને આવી ગયો હતો.

આરપીએફ સ્ટાફે છોકરાના માતા-પિતા અને ચાઈલ્ડ હેલ્પલાઈન ડેસ્કની ટીમને આ ઘટના અંગે જાણ કરી હતી. યોગ્ય ચકાસણી અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, આ છોકરાને આરપીએફ દ્વારા તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. છોકરાના પરિવારે આરપીએફ સ્ટાફનો  આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરી બદલ આરપીએફ સ્ટાફની રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમાર અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર કમલેશ્વર સિંઘ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.






Latest News