મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ગિરિરાજસિંહ ઝાલા ઉપર યોગેન્દ્ર અને નરવીનનો હુમલો


SHARE











વાંકાનેરના ગિરિરાજસિંહ ઝાલા ઉપર યોગેન્દ્ર અને નરવીનનો હુમલો

મકાન પચાવી પાડવા ડખ્ખો કરતા હોવાનો આક્ષેપ, અગાઉ આ બાબતે ઝઘડો થયેલો, જેની અદાવતમાં બનાવ બન્યો : ઇજાગ્રસ્ત ગિરિરાજસિંહ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
વાંકાનેરના આરોગ્ય નગરમાં યુવક પર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. યુવકનું મકાન પચાવી પાડવા બાબતે બંને શખ્સોએ બે વર્ષ પહેલા પણ માથાકૂટ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ગઈ કાલે ઉશ્કેરાઈ જઈને બંને શખ્સોએ ગિરિરાજસિંહ સાથે ઝગડો કરી ધોકા વડે માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતો ગિરિરાજસિંહ નવલસિંહ ઝાલા (ઉ.વ.37) નામનો યુવક ગઈ કાલે પોતાનાં ઘર પાસે હતો. ત્યારે યોગેન્દ્ર અને નરવીને અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજાઓ પહોંચતા તુરંત વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બંને આરોપી ગિરિરાજસિંહની બાજુમાં જ રહે છે.
યોગેન્દ્ર અને નરવીનને ગિરિરાજસિંહનું મકાન પચાવી પાડવું છે. માટે વારંવાર માથાકૂટ કરતાં હતાં. યુવકને બે વર્ષ પહેલા પણ યોગેન્દ્ર અને નરવીન સાથે મકાન બાબતે ઝઘડો થયો હતો. ગઈ કાલે મકાન બાબતનો ખાર રાખી બંને શખ્સોએ યુવકને માર મારી નાસી ગયાનું પરીવારજનોએ જણાવ્યું હતો.હાલ યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવક વાંકાનેર ટોલનાકામાં નોકરી કરે છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





Latest News