મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

હળવદના માથક અને સાપકડા પાસેથી ખનીજચોરી કરતા ચાર ડમ્પર ઝડપાયા


SHARE







હળવદના માથક અને સાપકડા પાસેથી ખનીજચોરી કરતા ચાર ડમ્પર ઝડપાયા

હળવદ પંથક ખનીજ ચોરી માટે બદનામ છે અને એમાં પણ બ્રાહ્મણી નદીમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો થતી હોય છે. અને ફરિયાદોને લઈને જવાબદાર તંત્ર કાર્યવાહી પણ કરે છે. ત્યારે હળવદ પંથકમાંથી ફરી સફેદ અને લાલ માટીની હેરાફેરી કરતા ચાર ડમ્પરો ઝડપાયા છે.

 જેમાં ત્રણ ડમ્પરો પોલીસ અને એક ડમ્પર ખાણ ખનીજ વિભાગે ઝડપી લીધું છે.જેમાં હળવદ પોલીસના પીઆઈ ડી.એમ ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.પી વ્યાસ દ્વારા  હળવદ તાલુકાના માથકથી રાતાભેર તરફ જતા 3 ડંમ્પર નંબર GJ 36 V 4876, GJ 36 V 7755, GJ 36 X 7324 ડમ્પરોને પોલીસે ઝડપી પાડ્યા છે.

જ્યારે સાપકડાની જેઠવાધાર પાસેથી ખાણખનીજ વિભાગે એક ડમ્પર નંબર GJ 13 AW 0247 ઝડપી પાડ્યું છે. હળવદ પંથકમાં સફેદ અને લાલ માટીની હેરાફેરી કરતા ત્રણેય  ડમ્પરોને ડિટેઈન કરી હળવદ પોલીસે ખાણ ખનીજ વિભાગને સોંપ્યા છે.






Latest News