મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

આઝાદ ભારતથી લઇને વિકસિત ભારત સુધીના સમયમાં આર્ય સમાજનું અમૂલ્ય યોગદાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી


SHARE





આઝાદ ભારતથી લઇને વિકસિત ભારત સુધીના સમયમાં આર્ય સમાજનું અમૂલ્ય યોગદાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ ની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત જે કાર્યક્રમો ચાલી રહ્યા છે તેમાં આજે દેશના વડાપ્રધાન વર્ચ્યુલ જોડાયા હતા અને તેમણે આર્ય સમાજની જે સંસ્થાઓ છે તેના વિદ્યાર્થીઓને "માય ભારત" સાથે જોડવા માટે આહવાન કર્યું હતું તેમજ આર્ય સમાજની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માંથી ૧૮ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેમને મતદાર કાર્ડ બનાવવા માટે થઈને આહવાન કર્યું હતું

મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતીની ઉજવણી ચાલી રહી છે જેમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લાઈવ જોડાયા હતા અને તેમના દ્વારા ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે આઝાદી માટે જે ચળવળ ચાલી હતી તેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ના યોગદાન ને યાદ કરવામાં આવ્યું હતું તેમજ હાલમાં જ્યારે વિકસિત ભારત સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતિ ની ઉજવણી એ કાલ ખંડમાં ચાલી રહી છે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો દેશના દરેક સામાજિક કાર્યોમાં લોકોને જોડવા માટે નું કામ કરીને મહર્ષિ દયાનંદ સરસ્વતીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાગણી વ્યક્ત કરી હતી અને સ્વચ્છ ભારત મિશન વિકસિત ભારત સહિતની જે કામગીરી વર્તમાન સમયમાં થઈ રહી છે તેમાં પણ આર્ય સમાજનું અમૂલ્ય યોગદાન છે અને આર્ય સમાજની જુદીજુદી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારતના વિકાસમાં આર્ય સમાજની વિચારધારા સાથે યોગદાન આપશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ ટંકારા નજીક બની રહેલ આર્ય સમાજના ગુરુકુળ માટે શુભકામનાઓ પાઠવી હતી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્યાં સ્વામી દયાનંદજી વિશે વર્તમાન પેઢી જાણે અને તેના જીવન કવનને પોતાના જીવનમાં ચરિતર્થ કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી




Latest News