મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુજરાતના હતા અને વેદોનું ભાષાંતર સૌ પ્રથમ ગુજરાતીમાં થયું તે આપણા માટે ગૌરવની વાત છે: પરસોત્તમભાઈ રૂપાલા


SHARE







મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુજરાતના હતા અને વેદોનું ભાષાંતર સૌ પ્રથમ ગુજરાતીમાં થયું તે આપણા માટે ગૌરવની વાત છે: પરસોત્તમભાઈ રૂપાલા

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો ૨૦૦મો જન્મોત્સવ ટંકારામાં ઉજવાઇ રહ્યો છે જેમા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ સમારોહ સ્થળે હાજર રહીને કરસનજીના આંગણા ખાતે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી અને વિવિધ પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લીધી હતી ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે પ્રદર્શન કેન્દ્રની મુલાકાત લઈને દયાનંદ સરસ્વતીજીના જીવન કવનની ઝીણવટભરી વિગતોથી માહિતગાર થયા હતા ત્યારબાદ તેઓએ પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુજરાતના હતા અને તેઓએ જે સમગ્ર દેશ અને વિશ્વની અંદર વેદનો વ્યાપ વધાર્યો તે વૈદનું ભાષાંતર પણ ભારતની તમામ ભાષાઓમાંથી સર્વપ્રથમ ગુજરાતીમાં ભાષાંતરીત થયું છે તે ગુજરાતી તરીકે આપણા માટે ગૌરવની વાત છે

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતિ નિમિતે મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીમાં આજે બીજા દિવસે ભારત સરકારના પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ હવનકુંડમાં આહુતિ અર્પણ કરી ભાવ સમર્પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ મહોત્સવ સ્થળે નિર્મિત કરવામાં આવેલ વિવિધ પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લીધી હતી જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન કવનની ઝીણવટભરી વિગતોથી મંત્રીશ્રીને વાકેફ થયા હતા. મંત્રીશ્રી ટંકારા ખાતે નિર્માણ પામનાર 'જ્ઞાન જ્યોતિ તીર્થ'ની પ્રતિકૃતિ જોઈ પ્રભાવિત થયાં હતાં. તેમણે લોક કલ્યાણનું વિશાળ કાર્ય હાથ ધરવા બદલ રાજ્યપાલશ્રીને અભિનંદન પાઠવ્યા હતા. જ્ઞાન જ્યોતિ પર્વ - સ્મરણોત્સવ અંતર્ગત દરરોજ વહેલી સવારે યોગ આસન કરાવવામાં આવી રહ્યા છે. મહોત્સવમાં ભાગ લઈ રહેલા મહેમાનો યોગ આસનોના સેશનમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે મંત્રી સાથે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News