મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં છ મહિના પહેલા થયેલ અકસ્માતના બનાવનો ખાર રાખીને યુવાન ઉપર ચપ્પા વડે હુમલો !


SHARE







વાંકાનેરમાં થોડા સમય પહેલા સામસામે બાઈક અથડાવાની ઘટના બની હતી જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે તેને છરી વડે શરીરને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર ના દિવાનપરા વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા અમિતભાઈ ભરતભાઈ સોલંકી જાતે કોળી (૩૮)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઈ જયંતીભાઈ કોળી અને રાહુલભાઈ વિજયભાઈ ઉઘરેજા રહે. બંને વેલનાથ પરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેરના રામચોક બ્રાહ્મણ વાડી પાસેથી ફરિયાદી યુવાન જઇ રહ્યો હતો ત્યારે બાઈક લઈને બંને આરોપીઓ તેની પાસે આવ્યા હતા અને છ મહિના પહેલા સામસામે બાઈક અથડાવાની ઘટના બની હતી જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ત્યારે યુવાને ગાળો આપવાની ના પાડતા તે તેઓને સારું લાગ્યું ન હતું અને ત્યારે આરોપી શૈલેષભાઈના હાથમાં રહેલ ચાકા વડે તેને ફરિયાદી યુવાનને ડાબી આંખ, ડાબા કાન અને ગળા ઉપર ઇજા કરી હતી તેમજ રાહુલભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે






Latest News