મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીમાં જુના બસ સ્ટેશના પાછળના ભાગમાં યુવાન સહિત કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી રાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને યુવાન દ્વારા મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાટી પ્લોટ શેરી નંબર આઠમાં રહેતા આમિરખાન નેકમામદ ભટ્ટી જાતે મિયાણા (૨૬) એ હાલમાં મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે અબ્દુલભાઇ હબીબભાઇ ભટ્ટી, મોહસીનભાઇ સલીમભાઈ મોવર અનવરભાઈ રહીમભાઈ મોવર અને ઇમરાનભાઈ રહીમભાઈ મોવર રહે બધા મચ્છી પીઠ જુના બસ સ્ટેશન પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના જુના બસ સ્ટેશન પાછળ ગાંધીધામના પોઈન્ટ ઉપર ફરિયાદી તથા તેની સાથે અન્ય બે વ્યક્તિઓ હાજર હતા ત્યારે તેઓને આરોપીઓએ ગાળો આપીને ટીકા પાટુનો માર માર્યો હતો તેમજ અબ્દુલભાઇ ભટ્ટીએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News