મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે બે એકટીવા અથડાતા ઇજા પામેલ મહિલા સારવારમાં: ગુનો નોંધાયો


SHARE







મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કેબી બેકરી પાસે ડબલ સવારી એકટીવાને અન્ય એકટીવા ચાલકે હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં એક મહિલાને પગમાં નળાના ભાગે ફેકચર જેવી ઈજા થઈ હતી અને અકસ્માત સર્જીને એકટીવા ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવતા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

 

મોરબીના રવાપર રોડ ઉપર સ્વાગત ચોકડી પાસે આવેલ શ્રદ્ધા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૬૦૧ માં રહેતા પૂનમબેન રાજભાઈ દેત્રોજા જાતે પટેલ (૨૭) એ હાલમાં એકટીવા નંબર જીજે ૩૬ એકે ૮૦૨૭ ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ અને હેતલબેન એકટીવા નંબર જીજે ૩૬ એડી ૭૦૮૦ લઈને રવાપર રોડ ઉપર આવેલ કેબી બેકરી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી સ્કુ઼રને આરોપીએ તેના એકટીવા થી ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવમાં ફરિયાદી મહિલાને જમણા પગના નડાના ભાગે ફેકચર જેવી ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લઇલગયા હતા અને અકસ્માત સર્જીને એકટીવા ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશનના પી  ચાવડા ચલાવી રહ્યા છે






Latest News