ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારા એસબીઆઇ ખાતે કેસ ડિપોઝીટ મશીન મુકવા માંગ, તાલુકાના સેન્ટરમાં સુવિધા મળે તો હજારો ગ્રાહકોને લાભ


SHARE





ટંકારા એસબીઆઇ ખાતે કેસ ડિપોઝીટ મશીન મુકવા માંગ, તાલુકાના સેન્ટરમાં સુવિધા મળે તો હજારો ગ્રાહકોને લાભ

ટંકારા તાલુકા મથકનુ ટાઉન હોય અને સરકારી બેન્કની માન્યતા વચ્ચે ગ્રામ્ય વિસ્તારની જનતા બેન્ક કામકાજ પૈસા ઉપાડ-જમા કરાવવા માટે આવતી હોય છે.જ્યારે બીજી તરફ ૪૫ ગામડામાં વચ્ચે માત્ર બે શાખા હોય ગ્રાહકોને સેવા સાથે સુવિધા ઉપલબ્ધ કરવા ટંકારા એસબીઆઇ ખાતે કેસ ડિપોઝીટ મશીન મુકવાની માંગણી ઉઠી છે જેનો સીધો ફાયદો બેન્ક અને ગ્રાહકોને થશે.ડિઝીટલ પેમેન્ટના યુગમાં આગળીના ટેરવે હવે બેન્કોના કામકાજ થઈ રહા છે એની સાથે ખાતામાં જમા ઉધાર માટે પણ મોટી સંખ્યામાં લોકો વ્યવહાર કરે છે. ત્યારે ટંકારા તાલુકા મથકનુ ટાઉન હોય જ્યા હજારો દેશ પરદેશના માઈગ્રેડ મજુરો કામકાજ અર્થે આવેલા છે અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં એસબીઆઇ ભરોસાની અને સરકારી બેન્કની માન્યતા વચ્ચે અહી બે જેટલી જ બ્રાંચ ૪૫ ગામડામાં ગ્રાહકોને ભારે ભીડને કારણે સમય વ્યતીત થાય છે.

ત્યારે ટંકારા એસબીઆઇ બેન્ક ખાતે કેસ ડિપોઝીટ મશીન મુકવામાં આવે તો અનેક સમસ્યા અને સુવિધાઓ વચ્ચે સેવા સુચારૂ રૂપે માંનવતા ગ્રાહકોને મળી રહે.જેનો સીધો ફાયદો કેસ જમા કરાવવા માટે આવતી ભીડ ધટાડી શકાય ઉપરાંત ધણા બધા મજુરો ખાતામાં ડિપોઝીટ કરાવવા માટે કમિશન આપે છે તો એમની મહેનતનો રૂપિયો બચત કરી શકે.સ્ટાફ ધટ હોવાની સમસ્યા સર્જાય ત્યારે ફાયદો થાય વેપારી, વિધાર્થી, સહિતના લોકો એના ફુરસદના ટાઈમે ડિપોઝીટ કરવા માટે જઈ શકે.ઉપરાંત બેન્કને પણ વારંવાર એટીએમમા કેસ નાખવાની તસ્દી ન લેવી પડે.શનિ-રવી રજામાં પણ ગ્રાહકો કામ કરી શકે એવા અનેકોનેક ફાયદા કેસ ડિપોઝીટ મશીન મુકતા મળી શકે છે ત્યારે ટંકારા આ સુવિધાને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગણી ઉઠી છે.બેંક અને ગ્રાહક બંનેને ફાયદો થશે એટીએમ માં કેશ ડિપોઝિટ કરાવવાથી બેંક તેમજ ગ્રાહકોને ફાયદો થશે કારણ કે, જે પૈસા ગ્રાહક એટીએન મશીનમાં જમા કરશે તેનો ઉપયોગ ઉપાડ માટે પણ કરી શકાશે. એવામાં એટીએમમાં વારંવાર કેશ ભરવી નહીં પડે બેન્ક હડતાળ કે લાંબી રજાના દિવસે તો આ સેવા આશિર્વાદ રૂપ બની શકે છે. અડધી રાત્રે પણ સગા સંબંધી કે કુટુંબીને ઈમર્જન્સી કોઈ અન્ય શહેરમા પૈસાની જરૂર પડે તો માદરે વતનથી નાખી શકાય છે.નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ સિસ્ટમ તરફ આગળ વધી રહી છે ત્યારે ટંકારા કેસ એટીએમ માટે ઝુંબેશ કરે છે..! નેશનલ ફાઇનાન્શિલ સ્વિચ દ્વારા ગમે તે બેન્કના ગ્રાહક કોઈપણ એટીએમમાં ડિપોઝીટ કરી શકે છે એ માટે નાના તબક્કે કામ ચાલુ છે.યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસને પણ આ જ રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું.આ નવી ટેક્નિકને ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવી છે.પરંતુ ટંકારા કેસ ડિપોઝીટ મશીન માટે પણ વલખા મારે છે.




Latest News