મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ: સાત સામે ફરિયાદ


SHARE





ટંકારાના ટોળ ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ: સાત સામે ફરિયાદ

ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને ખેતી કામ કરતા યુવાને સમયાંતરે રૂપિયાની જરૂર હતી ત્યારે ૮ અને ૧૦ ટકા વ્યાજે જુદા જુદા ત્રણ વ્યક્તિઓ પાસેથી પૈસા લીધા હતા અને તેની સામે તેણે વ્યાજ સહિતની રકમ આપી દીધી હોવા છતાં પણ વ્યાજે રૂપિયા આપનારા શખ્સો તથા તેના મળતીયાઓ દ્વારા તેની પાસેથી વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી  અને તેને ઘરે, દુકાને આવીને તેમજ ફોન ઉપર ગાળો આપીને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી યુવાનને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં સાત શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને ખેતી કામ કરતાં તેમજ આરટીઓ એજન્ટ તરીકેનું કામ કરતા મહમ્મદભાઈ ઉસ્માનભાઈ બાદી જાતે મોમીન (૩૦)એ હાલમાં મુકેશભાઈ ઝાપડા ટંકારા, કનુભાઈ ઝાપડા ટંકારા, રજાકભાઈ સમા ટંકારા, ગિરિરાજસિંહના ભાઈ તરીકે ઓળખાણ આપતી વ્યક્તિ, અંકિતભાઈ ચૌધરી ગાંધીધામ, મહેન્દ્રસિંહ ગોહિલ અને યોગેન્દ્રસિંહ ગોહિલ રહે. બંને ઘુનડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે વ્યાજખોરના ત્રાસના કારણે તેણે ઝેરી દવા પી લીધી હતી અને તેની જાણ તેને પોતાના મિત્ર નજરૂદ્દીનભાઈ ગનીભાઈ બાદીને ફોનથી કરી હતી જેથી કરીને ૧૦૮ મારફતે તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે

દરમિયાન જે યુવાને ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી યુવાને જણાવ્યું છે કે ટંકારાના મુકેશભાઈ ઝાપડા પાસેથી ૧૦ લાખ રૂપિયા ૧૦ ટકા લેખે, ઘુનડા ગામના મહેન્દ્રસિંહ ગોહિલ પાસેથી ત્રણ લાખ રૂપિયા ૧૦ ટકા લેખે અને યોગેન્દ્રસિંહ ગોહિલ પાસેથી અઢી લાખ રૂપિયા ૮ ટકા લેખે તેને વ્યાજે લીધા હતા અને તેઓનું વ્યાજ સહિતની રકમ આપી દીધી હોવા છતાં પણ આ શખ્સો અને તેના મળતીયાઓ દ્વારા અવારનવાર તેને ઘરે આવીને, ફોન કરીને તથા વાંકાનેરમાં આવેલ તેની દુકાને આવીને વ્યાજ તથા મુદ્દલ રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપીને ગાળો આપતા હતા જેથી ભોગ બનેલા યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સાત શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News