મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદમાં શેરીમાં પાણી કાઢવાની ના કહેતા વૃદ્ધાને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો


SHARE







હળવદમાં શેરીમાં પાણી કાઢવાની ના કહેતા વૃદ્ધાને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો

હળવદ શહેરમાં આવેલ એસબીઆઇ બેન્કની પાછળની શેરીમાં વૃદ્ધાના ઘર પાસે રહેતી મહિલાઓ સાવરણાથી પાણી તેના ઘર બાજુ કાઢતા હતા અને ત્યાં મચ્છર થતા હોવાથી પાણી ન કાઢવા બાબતે વૃદ્ધા સમજાવવા જતા બે મહિલાઓએ તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને વાળ પકડીને તેને માર્યો હતો અને ત્યારબાદ બે પૈકીના એક મહિલાના પતિએ પાઇપ વડે ફરિયાદી તથા સાહેદને માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત ત્રણની સામે ગુનો નોંધી આરોપીઑને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં એસબીઆઇ બેન્કની પાછળના ભાગમાં આવેલ શેરીમાં વિવેકાનંદ સ્કૂલની પાછળ રહેતા લલીતાબેન લખમણભાઇ પરમાર જાતે કારડીયા રાજપુત (૬૦) એ મીનાબેન રાજુભાઈ કોળી, સંગીતાબેન વિજયભાઈ કોળી અને સંગીતાબેનના પતિ વિજયભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મીનાબેન અને સંગીતાબેન સાવરણાથી ફરિયાદીના ઘર તરફ પાણી કાઢતા હતા જેથી મચ્છર થતા હોય ફરિયાદીએ પાણી ન કાઢવા માટે સમજાવતા બંને મહિલા ઉસકેરાઈ ગયા હતા અને મીનાબેન તથા સંગીતાબેને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ વાળ પકડીને માર મારતા હતા ત્યારે તેને છોડાવવા માટે દીપકભાઈ વચ્ચે પડ્યા હતા અને દેકારો થતાં સંગીતાબેનના પતિ વિજયભાઈ કોળી પાઇપ લઈને ત્યાં આવ્યા હતા અને તેણે વૃદ્ધા તેમજ દીપકભાઈને પાઇપ વડે માર મારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News