વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર: અધિકારી-પદાધિકારી કેમ ચુપ ?


SHARE





ટંકારાની લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર: અધિકારી-પદાધિકારી કેમ ચુપ ?

ટંકારા તાલુકામાં આવતા લજાઈ જડેશ્વર રોડનું હાલ જે વાઇટનીંગ અને રી સરફેસનું કામ ચાલુ છે આમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે કારણ કે ઉપરોક્ત કામ બાબતે સામાજિક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ અને એડવોકેટ અનિલ બાબુલાલ ડાકા દ્વારા માગવામાં આવેલી માહિતી આપવામાં માર્ગ અને મકાન વિભાગ ફાગાઠૈયા કરીને માંડ વિગતો આપી છે. જે દર્શાવે છે કે ઉપરોક્ત કામમાં કાંઈક શંકા પ્રેરે એવું કામ થઈ રહ્યું છે. 

આ રોડના વાઈડનીંગ કામમાં નિયમ મુજબનું ખોદાણ અને બુરાણ થયેલ નથી બીજું આ રોડ પર મંજૂર થયેલ એક પુલિયાનું કામ પણ શંકા પ્રેરે તેવું છે જેમાં એક મહિના બાદ તિરાડો દેખાવા લાગી છે. જે સામાન્ય રેતી સિમેન્ટથી પૂરી દેવામાં આવી સરકારના ટેન્ડરના નિયમો અનુસાર કામ કરતી એજન્સીએ કામ ચાલુ કર્યાના પ્રથમ દિવસે જ કામની બાબતને પ્રસિદ્ધ કરતું બોર્ડ લગાવવાનું હોય છે જે કામના ચાર મહિના થવા છતાં ક્યાંય લગાવેલ નથી એ શું સૂચવે છે તેમજ હડમતીયાના પાદરમાં જે ૪૦૦ મીટરનો સીસી રોડ કરવામાં આવેલ છે આ રોડની કામગીરીમાં પણ બેદરકારી દાખવવામાં આવેલ છે તેમજ રોડની બંને સાઈડ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવેલ છે જે પ્રોટેક્શન હોલને અંદર લોખંડ જે નાખવામાં આવે છે એ લોખંડની ડિઝાઇન માર્ગ મકાન દ્વારા નક્કી કરવામાં આવે છે જે ડિઝાઇનની અમોએ માહિતી માગતા માહિતી આપવામાં આવેલ નથી તો આ શું સૂચવે છે. 

તંત્ર દ્વારા તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમજ નેતાઓ દ્વારા ઉપરોક્ત રોડ બાબતે આ રોડ પર આવતા ગામોના લોકો તેમજ અન્ય વાહન ચાલકો જે આઠ દસ વર્ષથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા તેવી જ મુશ્કેલી આગામી સમયમાં ભોગવી પડે એવી શંકા પ્રેરાઈ રહી છે ઉપરોક્ત રોડનું કામ ચાલુ છે ત્યારથી અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ સેફ્ટી માટેના કોઈપણ પગલાં લેવામાં આવેલ નથી અને આ અંગે અધિકારીઓ દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવે છે જે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચેની કઈ બાબત સૂચવે છે સરકાર દ્વારા સારા રોડ રસ્તા બને એ માટે કડક સૂચનાઓ આપવામાં આવે છે પરંતુ એ સૂચના નું પાલન થાય છે કે કેમ તેની કોઈ પણ જાતની તપાસો કરવામાં આવતી ન હોય એવું લાગી રહ્યું છે માટે આ રોડની વિજિલન્સ દ્વારા તપાસ થાય એવું લોકો ઇચ્છી રહ્યા છે.




Latest News