મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં ઘર પાસેથી બાઈકની ઉઠાંતરી


SHARE







મોરબીના મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં ઘર પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના ભચાદર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ ધર્મમંગલ સોસાયટીમાં ભાડે રહેતા જયરાજભાઈ કથુભાઈ લેયા જાતે કાઠી દરબાર (૩૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ પોતાનો બાઈક નંબર જીજે ૨૩ એસ ૫૦૫૪ ને પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું તે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસીયાણી ચલાવી રહ્યા છે.

વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા હરીસિંહ ભગતસિંહ ઝાલા જાતે દરબાર (૬૫)  કોઈપણ કારણોસર ઘરે મૃત્યુ પામતા તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા બાદમાં આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News