મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે નવા બનતા પુલ ઉપરથી ચાલીને જતાં બે વ્યક્તિ ઉપર બે શખ્સોએ કર્યો પાઇપ વડે હુમલો


SHARE











મોરબીના ગાળા ગામે નવા બનતા પુલ ઉપરથી ચાલીને જતાં બે વ્યક્તિ ઉપર બે શખ્સોએ કર્યો પાઇપ વડે હુમલો

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે નવા બનતા પૂલ ઉપરથી ચાલીને જઈ રહેલા બે યુવાનોને પુલ ઉપરથી ચાલવાની ના પાડીને ગાળો આપી હતી ત્યાર બાદ તેના ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી યુવાનને કપાળ અને મોઢાના ભાગે મારવામાં આવ્યો હતો તેમજ તેની સાથે રહેલા વ્યક્તિને ગળાના ભાગે પાઇપ પડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા રાહુલભાઈ કેશુભાઈ જીતીયા (25) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોઘાભાઈ ગાભાભાઇ ભીલ અને દિનેશભાઈ નોઘાભાઈ ભીલ રહે. બંને જેતપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગાળા ગામ પાસે આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડમાં સમૂહલગ્નનું આયોજન કરેલ હોય ત્યાં મંડપનો સામાન રાખેલ હોય તેની દેખરેખ માટે તેઓ ગાળા ગામ પાસે આવેલ નવા બનતા પુલ ઉપરથી પગપાળા ચાલીને જતા હતા ત્યારે તેની સાથે મહેન્દ્રભાઈ પણ હતા અને તે બંનેને આરોપીઓએ પુલ ઉપર ચાલવાની ના પાડી હતી અને ગાળો આપ્યા બાદ નોઘાભાઈ ભીલ દ્વારા લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને કપાળ અને મોઢાના ભાગે માર મરવામાં આવ્યો હતો તેમજ દિનેશભાઈ ભીલે લોખંડના પાઇપ વડે મહેન્દ્રભાઈને ગળાના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ જીતીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News