સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે ઝેરી દાવ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE





ટંકારાના નેકનામ ગામે ઝેરી દાવ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

ટંકારાના નેકનામ ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી હતી અને તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ત્યા સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરિણીતા અનીતાબેન ગોવિંદભાઈ પીપલાજ (૩૮) એ કોઈ કારણોસર થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ત્યારે સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે અને મૃતક પરિણીતાનો લગ્ન ગાળો ૮ વર્ષનો હોવાનું તેમજ તેને બે દીકરીઓ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે




Latest News