મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે પાવી જેતપરના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો


SHARE







મોરબી તાલુકા પોલીસે પાવી જેતપરના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો

છોટાઉદેપુર જિલ્લાના પોલીસ જાપ્તામાંથી આરોપી નાશી ગયો હતો તે ફરાર થયેલ આરોપીને પોકેટકોપ એપ્લીકેશનની મદદ મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી લીધેલ છે અને આરોપીનો કબજો સંભાળવા પાવી જેતપર પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરેલ છે.

મોરબી જીલ્લામાં આવેલ કારખાનાઓમાં કામ કરતા બહારના મજુરોને ચેક કરી તેઓની ગુનાહીત પ્રવુતી અંગે તપાસ કરી તેના વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સુચના આઇજી અને એસપી દ્વારા આપવામાં આવેલ છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળા અને તેની ટિમ કરી રહી હતી દરમ્યાન નીંચી માંડલ ગામ પાસે આવેલ કેવલ ગ્રીનીટો નામના કારખાનામાં મજુરી કામ કરતા ઈસમ સુરમલભાઈ હજારીયાભાઈ રાઠવા (ભૈયડીયા) (૨૪) રહે. ખેરવાડા તાલુકો સોંઢવા (એમપી) હાલ. કેવલ ગ્રીનીટો નીંચી માંડલ ગામની સીમ મોરબી વાળાની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા પોકેટકોપ એપ્લીકેશનમાં આરોપી સર્ચ કરતા પાવી જેતપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઈ.પી.સી. ૨૨૪ મુજબના ગુન્હામાં સંડોવાયેલ હતો અને પાવી જેતપર પોલીસ સ્ટેશન ખાતે વેરીફાય કરતા તે ગુન્હામાં નાસતો ફરતો હોય તેની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) (આઇ) મુજબ અટક કરીને આરોપીનો કબ્જો સંભાળવા પાવી જેતપર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે






Latest News