અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની લાશ મચ્છુ-૨ ડેમમાંથી મળી


SHARE





 

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની લાશ મચ્છુ-૨ ડેમમાંથી મળી

મોરબી નજીકના લાલપર ગામ પાસે કારખાનામાં ટ્રક કન્ટેનર લઈને ટાઇલ્સ ભરવા માટે આવેલ ડ્રાઇવર કોઈ કારણોસર અકસ્માતે નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેની ડેડ બોડી કેનાલમાં તણાઈને મચ્છુ-૨ ડેમ સુધી પહોંચી જતા મચ્છુ-૩ ડેમમાંથી તેની ડેડબોડી મળી આવી હતી ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતક યુવાનના ભાઈએ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના બરેલી જિલ્લાના રીંછા ગામ ઈસ્માઈલનગર વોર્ડ નંબર-૯ ના રહેવાસી મુજમ્મીલ અકરમભાઇ સીદ્દીકી જાતે મુસ્લીમ (૨૫) નામનો યુવાન ટ્રક કન્ટેનર લઈને મોરબી આવ્યો હતો અને લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાંથી તેના ટ્રક કન્ટેનરની અંદર ટાઇલ્સ ભરવાની હતી દરમિયાન તે કોઈ કારણોસર કારખાના પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કેનાલમાં વહેતા પાણી સાથે પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને તેની ડેડ બોડી તણાઈને મોરબી નજીકના જોધપર નદી ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમ સુધી પહોંચી ગઇ હતી જેથી યુવાનની લાશને ડેમમાંથી કાઢીને તેનો ભાઈ મોદસ્સિર અકરમભાઇ સીદ્દીકી જાતે મુસ્લીમ (૨૮) રહે. રીંછા ગામ બરેલી વાળો લઈને મોરબી સિવિલ હોસ્પિટલે આવ્યો હતો અને તેને જ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મૃતક યુવાનના ભાઈ સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, મુન્દ્રાથી ખાલી કન્ટેનર લઈને તે મોરબીના લાલપર ગામ પાસે કેનાલના કાંઠે આવેલ સિરામિક કારખાનામાં કન્ટેનરમાં ટાઇલ્સનો જથ્થો ભરવા માટે આવ્યો હતો દરમિયાન આ બનાવ બન્યો છે જોકે તેનો ભાઈ કઈ રીતે કેનાલમાં પડ્યો અને અકસ્માતનો બનાવ બન્યો છે તેની કોઈ માહિતી તેની પાસે નથી.




Latest News