મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી નજીક કારખાનામાં પડી જવાથી યુવાનનું મોત


SHARE





મોરબીના પીપળી નજીક કારખાનામાં પડી જવાથી યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ ગીતા ટ્રેડિંગ કટીંગ નામના કારખાનામાં કામગીરી કરતી વખતે કોઈ કારણોસર યુવાન પડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના પીપળી ગામે રહેતા મુકેશભાઈ મગનભાઈ સંગાળા (૩૮) મોરબીના જેતપર પીપળી રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ ગીતા ટ્રેડિંગ કટીંગ નામના કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામ કરતા વખતે કોઈ કારણોસર તે પડી જતા તેનુ મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂ

મોરબીના વજેપર શેરી નં-૧૪ માં રહેણાંક મકાન પાસે વોકળા કાંઠે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લિટર આથો તેમજ ૧૦૦ લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ માલ બાબુભાઈ કુંવરજીભાઈ અબાસણીયા જાતે કોળી (૪૫) રહે. વજેપર શેરી નં-૧૪ વાળાનો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News