મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં કમલમની ખેતી માટે મોટા દહીંસરા ખાતે ખેડૂત શિબિર યોજાઈ


SHARE











મોરબીમાં કમલમની ખેતી માટે મોટા દહીંસરા ખાતે ખેડૂત શિબિર યોજાઈ

બાગાયતી યોજનાઓના પ્રચાર- પ્રસાર તથા બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતી અર્થે રાજ્યભરમાં બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં પણ માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેડૂત શિબિરમાં આત્માના કર્મચારીઓ અને મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ દ્વારા બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેમની ઉપયોગીતા તેમજ વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાગાયત ખાતાની  મિશન મધમાખી, કોમ્પ્રીહેનસિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોએ આ આ ખેડૂત શિબિરમાં ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News