અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ આર્ય વિદ્યાલયમ ટંકારા ખાતે યોજાયો


SHARE





મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ આર્ય વિદ્યાલયમ્ ટંકારા ખાતે યોજાયો 

જીસીઇઆરટી-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત બે દિવસીય મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ આર્ય વિદ્યાલયમ્ શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કુલ ૫૧ જેટલા શિક્ષકોએ પોતાના વર્ગ શિક્ષણ કાર્યની સમસ્યા જેવી કે શાળામાં વિદ્યાર્થીની હાજરી, શિક્ષણની ગુણવત્તા, મૂલ્ય શિક્ષણ, શિક્ષણમાં વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી, સામાજિક જાગૃતિ વગેરે વિષયો પર સુધારો લાવવા કરેલ નાવિન્ય પૂર્ણ ઇનોવેશનો રજૂ કર્યા હતા આ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષકોના નવતર પ્રયોગને પ્રોત્સાહન આપવા માટે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારીયા અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, આર્ય વિદ્યાલયમના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા સાથે વિવિધ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, અને બી.આર.સી. કો. ઓર્ડીનેટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  આ ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેનાર તમામ ઇનોવેટીવ શિક્ષકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને આર્ય સમાજ ટંકારા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર પુસ્તક રૂપે અર્પણ કરવામાં આવ્યું હતું.આ ઇનોવેશન ફેસ્ટિવલને સફળ બનાવવા ડાયેટ રાજકોટના પ્રાચાર્ય ડૉ. સંજયભાઈ મહેતા, મોરબી જિલ્લા ઇનોવેશન ફેસ્ટિવલ ડી.આઈ.સી. ડૉ. ગંગાબેન વાઘેલા, ડાયેટ રાજકોટ પરિવાર, આર્ય વિદ્યાલયમ્ શાળા પરિવાર, બી. આર.સી. ટંકારા પરિવાર, મોરબી જિલ્લા ઇનોવેશન કે.આર.પી. જીતેન્દ્ર પાંચોટિયા અને આર.પી. અનિલ બદ્રકીયા એ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News