મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા


SHARE











મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા

 

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીને આધારે પોલીસ સ્ટાફે તાલુકાના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં રેડ કરી હતી.ત્યારે નાલ ઉઘરાવીને રોન પોલીસનો જુગાર રમતા છ લોકો મળી આવતા તમામ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના લુંટાવદર ગામે રહેતા પ્રદીપસિંહ સહદેવસિંહ ઝાલાના મકાનમાં જુગાર રમવામાં આવી રહ્યો છે.તેવી બાતમી મળી હતી.જેના આધારે પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરતા ઘરધણી પ્રદીપસિંહ સહદેવસિંહ ઝાલા દરબાર (૨૭) હાલ રહે.લુટાવદર તા.મોરબી મૂળ અદેપર તા.જી.મોરબી તેમજ તેમની સાથે જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા જીલુભા જાડેજા (૬૧) રહે.લુંટાવદર, હરેશભાઇ રાઘવજીભાઈ સીણોજીયા (૫૫) રહે.ચાંચાવદરડા તા.માળીયા મીંયાણા જીલ્લો મોરબી, નરેન્દ્રભાઈ કરશનભાઈ ફુલતરીયા (૫૩) રહે.ઉમા રેસીડેન્સી પંચાસર રોડ મોરબી, દિનેશભાઈ છગનભાઈ ઝાલરીયા (૫૩) રહે.લુંટાવદર તા.મોરબી અને મહેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા દરબાર (૫૬) રહે. ૩-યદુનંદન કેનાલ રોડ મોરબી જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસે જુગાર ધારાની કલમ ૪ અને ૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.અને તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા ઉપરોક્ત છ પતાપ્રેમીઓની પાસેથી ૧૨ નંગ મોબાઈલ કિંમત રૂા.૮૦,૫૦૦ તથા રોકડા રૂા.૯૬,૯૨૦ એમ કુલ મળીને રૂા.૧,૭૭,૪૨૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તમામની ધરપકડ કરીને ધોરણસરની આગળની કાર્યવાહી પીએસઆઇ સી.એસ.સોંદરવા દ્રારા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામે રહેતા દીપ સુરેશભાઈ નામના ૧૫ વર્ષના સગીર બાળકને બાઈક અને બોલેરો વચ્ચે થયેલા અકસ્માત બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ રમેશભાઈ માલકીયા નામના ૩૦ વર્ષના યુવાનને ઢુવા ચોકડી સરતાનપર રોડ નજીક વાહન અકસ્માત બનાવમાં ઈજા થતાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

બે યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા નજીક રીક્ષા અને બાઈકના અકસ્માત બનાવમાં ઈજા થતા શિવમભાઈ પાલ (૨૨) તથા બોબીભાઈ (૨૦) રહે.બંને હાલ મોરબીને ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ઘુંટુ ગામે રહેતા ચંદ્રિકાબેન ત્રિભુવનભાઈ કડીવાર નામના ૬૨ વર્ષના મહિલા ઘરે પડી ગયા હોય તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યારે ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા પરિવારની લીલીબેન ઇમરસિંગ નામની ૧૦ વર્ષની બાળકીએ કોઈ કારણસર વાડીએ દવા પી લીધી હતી.જેથી સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી.






Latest News