મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત


SHARE







મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત

મોરબીમાં નકલી આધારકાર્ડ તથા ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કરીને પૈસા મેળવીને વિશ્વાસધાત તથા છેતરપીડી કરવામાં આવી હતી અને આ લુટેરી દુલ્હનના ચર્ચીત પ્રકરણના આરોપી બીપીનભાઈ વીનોદભાઈ મકવાણા તથા રાજેશભાઈ ઉર્ફે રાજુ જીવણભાઈ ઠકકરને પકડવામાં આવ્યા હતા જે બંને આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે.

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આરોપી રાજુભાઈ ઠકકરે આરોપી ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી લગ્ન પેટેના ખર્ચના કુલ ૩,૦૦,૦૦૦ લીધા હતા અને આરોપી ચાંદની ફરીયાદીના ઘરે ત્રણ દિવસ રોકાને પોતાના પિતાનુ મરણ થયું છે તેવું બહાનુ કરીને પછી જતી રહી હતી અને ત્યાર બાદ પાછી આવેલ હતી નથી અને આરોપી રાજુભાઈ ઠકકરે આરોપી ચાંદીના અન્ય જગ્યાએ લગન કરાવી દઈ ફરીયાદી સાથે વિશ્વાસધાત તથા છેતરપીડી કરી છે જેથી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં આરોપી બીપીનભાઈ વીનોદભાઈ મકવાણા તથા રાજેશભાઈ ઉર્ફે રાજુ જીવણભાઈ ઠકકરની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ બંને આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર બીજા એડી. સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. અને આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કર્યા હતા અને બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને સુપ્રીમ કોર્ટનુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ.ને ધ્યાને લઈ તથા કેસના તમામ સંજોગો ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કર્યો છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, જયોતીકા કુરીયા રોકાયેલા હતા.




Latest News