ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે


SHARE











ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિક વોલ ટાઇલ્સ ના કારખાના સહિત મોટાભાગના કારખાના ગેસના ભાવના કારણે બંધ છે તેવામાં આજે સીરામીક વોલ ટાઇલ્સ એસો.ની મિટિંગ મળી હતી જેમાં સિરામિક વોલ ટાઇલ્સ ના કારખાના 1 મેં સુધી બંધ રાખવા માટેનો સામૂહિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થયું છે ત્યારથી મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી બેઠી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો પ્રોપેન ગેસ અગાઉ મળતો બંધ થયો હતો જેથી 450 જેટલા કારખાના બંધ થઈ ગયા હતા ત્યારબાદ નેચરલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી ઉદ્યોગકારોની મુશ્કેલી વધી ગઈ હતી અને યુદ્ધ શરૂ થયું તે પહેલા 41 રૂપિયા પ્રતિ ક્યુબીક મીટરના ભાવથી જે નેચરલ ગેસ મળતો હતો તેનો આજની તારીખે 92 થી 93 રૂપિયાનો ભાવ આવે છે અને તેના ઉપર ટેક્સ અલગથી લાગે એટલે લગભગ પ્રતિ કયુબીક મીટરના 104 થી 105 રૂપિયા જેટલો ભાવ થાય તેવી શક્યતાઓ છે.

દરમિયાન આજે મોરબીમાં આવેલ સિરામિક એસો.ના હોલ ખાતે મોરબી સીલમિક વોલ ટાઇલ્સ ના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત તેમજ માજી પ્રમુખ હરેશભાઈ બોપલિયા, મુકેશભાઈ ઉઘરેજા અને મણીભાઈ પટેલની હાજરીમાં 161 જેટલા વોલ ટાઇલ્સના કારખાના છે તે તમામ ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી જેમાં યુદ્ધના કારણે ઊભી થયેલ પરિસ્થિતિને ધ્યાન રાખીને સિરામિક કારખાનાઓને અગાઉ 15 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં વધુ 15 દિવસનો વધારો કરીને આગામી તા. 1 મે સુધી મોરબીના સીરામીક વોલ ટાઇલ્સ ના તમામ કારખાના બંધ રાખવા માટેનો નિર્ણય કરાયો છે આવી જ રીતે પાર્કિંગ ટાઇલ્સ, પોરસોલીન ટાઇલ્સ અને ડબલ ચાર્જ ટાઇલ્સ બનાવતા યુનિટ પણ પહેલી મે સુધી બંધ રાખવામાં આવશે.

વધુમાં મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબીના સિરામિક ઉદ્યોગ ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ ઘણો વધી ગયો છે અને અગાઉ જે ગેસ 41 રૂપિયાના ભાવથી મળતો હતો તે હવે ટેક્સ સાથે 104 થી 105 રૂપિયાના ભાવે મળે તેવી શક્યતા છે અને આ ભાવથી ગેસ મેળવીને જો સીરામીક કારખાના ચાલુ કરવામાં આવે તો સિરામિક પ્રોડક્ટ ઉપર જે ભાવ વધારો કરવામાં આવે તે માર્કેટમાં એક્સેપ્ટ થાય તેવું હાલમાં દેખાતું નથી જેથી ઉદ્યોગકારોએ સામુહિક રીતે કારખાનાઓ વધુ 15 દિવસ બંધ રાખીને 1 મેં સુધી બંધ રાખવા નો નિર્ણય કર્યો છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુદ્ધના કારણે મોરબીના એક્સપોર્ટ માર્કેટને બહુ મોટી અસર થવાની છે કારણ કે કુલ એક્સપોર્ટમાંથી 25 ટકા જેટલો માલ જીસીસીના દેશમાં સપ્લાય કરવામાં આવતો હતો અને હાલમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસના અભાવના કારણે બંધ છે બીજી બાજુ મોરબીનો સૌથી મોટો હરીફ ચાઈના છે અને ત્યાં આજની તારીખે પણ સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન ચાલુ છે અને ત્યાં આપણા કરતાં ઘણો સસ્તો ગેસ મળતો હોવાના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે તેની સાથે ભાવમાં કોમ્પિટિશનમાં ઊભા રહી શકી તેમ નથી આમ જીસીસીના દેશ સહિત સમગ્ર દુનિયામાં મોરબીના સિરામિક ટાઇલ્સના એક્સપોર્ટ માર્કેટને આ યુદ્ધના કારણે બહુ મોટી અસર થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News