મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ


SHARE







મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ

મોરબી સુરજબાગમાં બગીચો બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, ત્યાં બાલ ભવન બનાવવામાં આવે તેના માટે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રમુખ દ્વારા મનપાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રમુખ રામ મહેતાએ મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આશરે ત્રીસથી વધારે બાળકો માટે ડાન્સ કલાસીસ છે તેમજ સંગીત કલાસીસ છે અને શાસ્ત્રીય સંગીતના પણ વર્ગો નાટય સંસ્થા છે. મોરબી એક કલાની નગરી છે પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે મોરબીમાં એક પણ બાલ ભવન નથી. આપના તરફથી પ્રજાની સુખાકારી માટે બાગ બગીચા, લાયબ્રેરી તથા અન્ય સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત હાલે સુરજબાગમાં સરસ બગીચો બનાવવામાં આવી રહયો છે તે ખુશીની વાત છે. પરંતુ ત્યાં જગ્યા છે અને બાળકોના માનસિક તથા શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે જો બાલ ભવન બનાવવામાં આવે તો સંગીત, નાટય, ડાન્સ, કરાટે તમામ પ્રવૃતિ એક સ્થળે એક સાથે થઈ શકે છે જેમ રાજકોટમાં બાલભવન છે તેમ અહીં પણ બનાવવામાં આવે તો વધારે સારૂ સાથોસાથ ટાઉન હોલ પણ ઝડપથી કાર્યરત થાય તો નાટય, સંગીત, ડાન્સના શો શરૂ થાય અને બહારથી સારા નાટકો આવે પ્રજાને સારા સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળે તેમ છે જેથી કરીને આ બાબતને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News