મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE







હળવદના રાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

હળવદના રાડવા ગામ પાસે આવેલી નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું છે જ્યારે મોરબી તાલુકાના ઘૂટુ ગામ પાસે આવેલ કુવામાં પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નિપજ્યું છે આ બંને બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિઓને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ડૂબી ગયો હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી અને કેનાલના પાણીમાં ડૂબી ગયેલ યુવાને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી. અને કેનાલના પાણીમાંથી મૂળ બિહારના રહેવાસી સેરાજ મહમદ (25) નામના યુવાનના મૃતદેપાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે ત્યારબાદ મોરબીના ઘૂટું ગામે તળાવ પાસે આવેલ કુવામાં વૃદ્ધ પડી ગયા છે તેવો કોલ ફાયરની ટિમને આવ્યો હતો જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને કુવાના પાણીમાં પડી ગયેલ ભવાનભાઇ માલાભાઈ રાઠોડ (65) નામના વૃદ્ધના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ છે અને તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પણ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી આ કામગીરી મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગના જયેશભાઈ ડાકી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી




Latest News