તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત પૂરી કરવામાં આવી


SHARE











મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત પૂરી કરવામાં આવી

મોરબીના રહેવાસી સવજીભાઈ શેરસીયાને સત્યમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને તેમને ઓપરેશન માટે થયને 'ઓ નેગેટિવબ્લડની‌ જરૂરિયાત ઉભી થઈ હતી જેથી કરીને ડો. જલ્પેશભાઈ દ્વારા 'યુવા‌ આર્મી ગ્રુપનો‌ સંપર્ક કરવામાં આવ્યો હતો અને યુવા આર્મી ગ્રુપના સભ્ય હુસેનભાઈ ભરમલ તથા પારસભાઈ હનસોરા દ્વારા રાત્રીના ૧૨ વાગ્યે તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક પહોંચીને બ્લડ ડોનેટ કરી 'ઓ નેગેટિવબ્લડ ની જરુરીયાત પુર્ણ કરવામાં આવી હતી આવા ઈમરજન્સીના સમયે લોકોને મદદરૂપ થવા માટે દર્દીના પરિજનો દ્વારા હુસેનભાઈપારસભાઈ તથા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, બ્લડ ગ્રુપ એબીએબી ને પોઝિટિવ અથવા નેગેટિવમા ગ્રુપ સમાવેશ કરવામાં આવે છે જેમાંથી નેગેટિવ બ્લડ ગ્રુપ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમાં પણ‌ 'નેગેટિવ હજારોમા‌ ભાગ્યે જ કોઈકને હોય છે ત્યારે આવા દુર્લભ બ્લડની જરુરીયાત ઉભી થઈ જતા ક્યારેય દર્દીઓનુ જીવ જોખમમાં મૂકાય જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટમા દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની‌ ઈમરજન્સી જરૂરીયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે અને ઘણા લોકોને અત્યાર સુધીમાં આ ગ્રૂપના મધ્યામથી જીવનદાન આપવામાં આવ્યું છે અને આ સેવાનો લાભ લેવા માટે યુવા આર્મી ગ્રુપ‌ના હેલ્પલાઇન નં. ૯૩૪૯૩ ૯૩૬૯૩ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News