મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી ગજાનંદ એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી સહિત કુલ પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2,62,500 ની રોકડ તથા ચાર મોબાઈલ સહિત 2,87,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી ગજાનંદ એપાર્ટમેન્ટના મકાન નંબર 103 માં રહેતા રાજેશભાઈ સરડવાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા તથા વિવેકભાઈ વિનોદભાઈ ગોસાઈ રહે. મોટા દહીસરા, ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા રહે. મહેન્દ્રનગર પ્રભુ કૃપા રેસીડેન્સી મોરબી, જયેશભાઈ રાઘવજીભાઈ બોપલિયા રહે. મહેન્દ્રનગર તથા સાગરભાઇ રમેશભાઈ સરડવા રહે. મહેન્દ્રનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,62,500 રોકડા 25,000 ની કિંમત ના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને 2,87,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News