મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ


SHARE







મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ

મોરબીના જાંબુડીયા ગામે રહેતા યુવાનના દિકરા અને દિકરીનું રફાળેશ્વર ગામે રહેતા પરિવારના દીકરા અને દીકરી સાથે સામ સામે સગપણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી જે બાબતનો ખાર રાખીને સામે વાળાઓએ માર મારી કરી હતી ત્યારે યુવાનને ડાબી આંખ પાસે પથ્થર મારીને ગંભીર ઇજા કરી હતી તથા અન્ય બે વ્યક્તિઓને ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે માર્યો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીએ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

મોરબીના નવા જાંબુડીયા ગામે સલાટવાસમાં રહેતા અબ્દુલભાઈ કાળુભાઈ ભરવાડીયા (40)એ હાલમાં ભોલાભાઈ બાબુભાઈ સલાટ રહે. વાંકાનેર દભાઈ બાબુભાઈ સલાટ, કિશનભાઇ અજીતભાઈ સલાટ અને નવઘણ ઉર્ફે કાળુ મહમદભાઈ સલાટ રહે. બધા પાનેલી રોડ રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના દીકરા દીકરીનું મહમદભાઈ બાબુભાઈ સલાટના દીકરા દીકરી સાથે સામસામે સગપણ કરેલ હતું અને ત્રણ-ચાર દિવસ પહેલા સગાઈ તોડી નાખી હતી  જેથી ભોલાભાઈએ ફરિયાદીને પથ્થર મારીને ડાબી આંખ પાસે ગંભીર ઇજા કરી હતી જ્યારે સાહેસંજયભાઈ અને રાહુલભાઈને ચારેય આરોપીઓએ લાકડાના ધોકા વડે મારમારીને શરીરે ઇજા કરી હતી જેથી સંજયભાઈને મોઢાના ભાગે ફેકચર જેવી ઈજા થઈ હતી આ બનાવમાં ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News