મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભત્રીજીની વાતો કરનારાને સમજાવવા ગયેલા કાકાને ઈંટ વડે એક શખ્સે મારમાર્યો


SHARE











વાંકાનેરમાં ભત્રીજીની વાતો કરનારાને સમજાવવા ગયેલા કાકાને ઈંટ વડે એક શખ્સે મારમાર્યો

વાંકાનેરના આરોગ્યનગર ચોકમાં યુવાનની ભત્રીજીની વાતો કરનારા શખ્સોને ઠપકો આપવા માટે યુવાન ગયો હતો ત્યારે આરોપીએ તેને ગાળો આપી હતી અને જપાજપી કરીને માથા તેમજ પીઠના ભાગે ઈંટ મારીને ઈજા કરી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં આરોગ્યનગર વિસ્તારમાં આવેલ જ્ઞાન ગંગા વાળી શેરીમાં રહેતા સંજયભાઈ જીવણભાઈ વિરાણી જાતે કોળી (૪૨) એ હાલમાં જીગ્નેશભાઈ ભાયલાલભાઈ પતરીયા રહે. આરોગ્યનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, આરોપી તેની ભત્રીજીની વાતો કરતો હોય તે બાબતે તેને ઠપકો આપવા માટે તે ગયા હતા ત્યારે આરોપી ઉસકેરાઈ ગયો હતો અને તેણે ગાળો આપીને જપાજપી શરૂ કરી હતી અને ત્યારબાદ આરોપીએ ફરિયાદી યુવાનને માથા તથા પીઠના ભાગે ઈંટના ઘા માર્યા હતા જેથી ભોગ બનેલા યુવાનનને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને એક શખ્સની સામે વાંકાનેર સીટી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ તથા જીપીએફ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાની હદમાં આવતા સરતાનપર રોડ ઉપર રાતાવીરડા નજીક લાટો સિરામિક પાસે ટ્રક નં જીજે ૧૨ બીવી ૫૨૧૧ ના ચાલકે મોરબીના ત્રાજપર ગામે રહેતા હરેશભાઈ મગનભાઈ દેગામા જાતે કોળી (૪૭) ના બાઈક નં જીજે ૩૬ એમ ૯૧૯૭ ને રોંગ સાઈડમાં આવીને સામેથી ઠોકર મારી હતી જેથી કરીને ફરિયાદી યુવાન રોડ ઉપર પટકાયો હતો અને તેને માથા, કોણી, કાંડા અને પગમાં ઇજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન મુકીને નાસી ગયો હતો જેથી હાલમાં ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News