મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

રઝડતા ઢોરનો આતંક યથાવત: મોરબીમાં માતા-સંતાન ઉપર શેરીમાં ઊભેલી ગાયે કર્યો હુમલો


SHARE





રઝડતા ઢોરનો આતંક યથાવત: મોરબીમાં માતા-સંતાન ઉપર શેરીમાં ઊભેલી ગાયે કર્યો હુમલો

મોરબીમાં આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલની બાજુમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ગઇકાલે માતા તેના સંતાન સાથે શેરીમાંથી જતી હતી ત્યારે અચાનક જ રસ્તામાં ઉભેલ ગાયે તે બંને ઉપર હુમલો કર્યો હતો જેથી કરીને તાત્કાલિક આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને માંડ માંડ માતા-સંતાનને ગાય પાસેથી છોડાવ્યા હતા અને આ ઘટનાનો સીસીટીવીનો વિડીયો સોશિઅલ મીડિયામાં હાલમાં વાઇરલ થયેલ છે

મોરબીના જુદાજુદા વિસ્તારમાં રઝડતા ઢોરનો આંતક છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલની બાજુમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં મહિલા તેના દીકરાની સાથે ઘરની બહાર નીકળી હતી અને ત્યારે શેરીમાંથી પસાર થતી માતા આ ને તેના સંતાન ઉપર અચાનક જ ગાય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને બાળકને બચાવવા માટે માતા પ્રયાત્ન કરી રહી હતી તો પણ ગાય તેને ઢીકે ચડાવવા માટે પાછળ પડી હતી જેથી કરીને મહિલાએ બૂમા બૂમ કરી મુક્તા શેરીમાંથી અન્ય લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મહિલા તેમજ તેના બાળકને બચાવી લીધા હતા આ સમગ્ર ઘટનાનો સીસીટીવીનો વિડીયો પણ હાલમાં વાઇરલ થઈ રહ્યો છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, પાલિકા દ્વારા નંદીઘર બનાવીને રઝડતા ઢોરને પકડીને પાંજરે પૂરી દેવાનું એક વર્ષ પહેલા એટ્લે કે ગયા વર્ષે દિવાળી સમયે કહેવામાં આવ્યું હતું જો કે, આજની તારીખે પણ મોરબીના મોટાભાગના વિસ્તારોમાં રઝડતા ઢોર આતંક મચાવી રહ્યા છે તેનો બોલતો પુરાવો છે હાલમાં બનેલી ઘટના ત્યારે રઝડતા ઢોર નિર્દોષ નગરજનો માટે જીવલેણ સાબિત ન થાય તે પહેલા નક્કર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે




Latest News