મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીના નવાગામ તરફ જવાના રસ્તા ઓવરટેક કરવા જતાં ટેમ્પોના ચાલકે એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત


SHARE





મોરબીના નવાગામ તરફ જવાના રસ્તા ઓવરટેક કરવા જતાં ટેમ્પોના ચાલકે એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત

મોરબીની લીલાપર ચોકડીથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપરથી એકટીવા લઈને પસાર થતાં યુવાનનો ઓવરટેક કરવા જતા ટેમ્પો ચાલકે એકટીવાને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નવાગામ રહેતા બાબુભાઈ ઉર્ફે નીતિનભાઈ માવજીભાઈ જાદવ (ઉમર ૨૭) એ હાલમાં ટેમ્પો નંબર જીજે ૩૬ ટી ૭૨૨૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ભાઈ હરેશભાઈ માવજીભાઈ જાદવ પોતાનું એકટીવા નંબર જીજે ૩ એચએફ ૩૩૪૭ લઈને લીલાપર ચોકડીથી નવાગામ તરફ ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે સન ટચ કારખાના પાસેથી પસાર થતાં ટેમ્પાના ચાલકે તેના ભાઈનો ઓવરટેક કરવા જતા એકટીવાને હડફેટે લીધું હતું જેથી હરેશભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેમ્પો ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ નજીક આવેલ સિરામિક કારખાના પાસેથી ફોર્ચ્યુન ગાડી લઈને પસાર થતા યુવાનની ગાડીને ટ્રક ચાલકે હડફેટે લીધી હતી જેથી ગાડીમાં નુકસાન થયેલ હતું માટે હાલમાં મોરબીની અવની ચોકડી પાસે આવેલ શ્યામ પાર્કમાં સ્વર્ગ એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગભાઈ લાલજીભાઈ સગપરિયા જાતે પટેલ (33) એ ટ્રક નં. જીજે ૧૨ બીપી ૯૬૧૪ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપી કમલસિંહ સરદારસિંહ જાતે રાજપુત (૨૬) રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.




Latest News