મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મોટા દહીંસરા ગામનો સગીર ધ્રોલ નજીક દવા પી જતા સારવારમાં


SHARE











મોરબીના મોટા દહીંસરા ગામનો સગીર ધ્રોલ નજીક દવા પી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામનો રહેવાસી અને ધ્રોલ નજીક કોલસાના ચારણામાં કામકાજ કરતો સગીર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતો વિશાલ કેશુભાઈ ઇન્દરિયા નામનો ૧૬ વર્ષનો સગીર ધ્રોલ ખાતે ઝેરી દવા પી જતા તેને બેભાન હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે વિશાલ ઇન્દરીયા ધ્રોલ નજીક કોલસા પાડવાની મજૂરીનું કામ કરે છે અને તેને તાણ આંચકી ઉપડતી હોય અને તેના લીધે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેતો હોય તે દરમિયાન તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને જેથી કરીને હાલ તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના માળિયા(મિં.) તાલુકાના નવલખી પાસે આવેલ જુમાવાડી વિસ્તારમાં રહેતો અસલમ હુસેનભાઇ બુચડ નામનો ૧૮ વર્ષવો યુવાન રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે જુમાવાડી પાસે મેલડી માતાના મંદિર નજીક તે અકસ્માતે રિક્ષામાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર હેમસન સીરામીક નજીક રહેતો પ્રવીણભાઈ નાજાભાઇ ઝીંઝુવાડીયા નામનો ૨૫ વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા બ્રિજ પાસેથી પગપાળા જતો હતો ત્યારે તેને ચક્કર આવતા પડી જતા ઇજાઓ થવાથી સિવિલને સારવાર માટે લઈ જવાયો હતો.

બાળક સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા ખાતે અબ્દુલશા બાપુની ડેલી પાસે રહેતો યુસુફ રસુલભાઇ મોવાર નામનો ૧૩ વર્ષનો બાળક માળિયાથી વિશાલા હોટલ તરફ પોતાનું મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે માળીયા ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક તેનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા યુસુફ નામના બાળકને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ હાથ ધરી બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News