મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારા ધારાસભ્ય અને વિદ્યાર્થિનીઓએ બસના મુદ્દે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં કર્યો હતો ચક્કાજામ


SHARE











ટંકારા ધારાસભ્ય અને વિદ્યાર્થિનીઓએ બસના મુદ્દે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં કર્યો હતો ચક્કાજામ

 મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે ટંકારા ધારાસભ્ય મોરબી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ લલીતભાઇ કગથરાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને વિદ્યાર્થીનીઑ દ્વારા એસટી બસમાં ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો કારણકે ટંકારા તાલુકાના ઉમિયાનગર, નસીપર, નાના ખીજડિયા, મોટા ખીજડીયા અને મોરબી તાલુકાના મહેન્દ્રનગર, ઘૂટું સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોરબી શહેર અને તેની આસપાસમાં આવેલી શાળા-કોલેજોની અંદર અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને તેઓના ઘરેથી સવારના સમયે સમયસર શાળાએ આવવા માટે થઈને બસ મળતી ન હોવાથી અને ઘણી વખત બસના ડ્રાઇવર-કંડકટર બસને ઊભી રાખતા નથી જેથી કરીને વિધાર્થીઓ સહિતના હેરાન થતાં હોય છે જેથી કરીને અવારનવાર આ મુદ્દે ધારાસભ્ય અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા મોરબી એસટી ડેપોના મેનેજર અને રાજકોટ ડિવિઝનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ નક્કર પગલાં લઈને સુધી લેવામાં આવ્યા ન હતા જેથી કરીને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને ટંકારા ધારાસભ્ય સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા એસટી બસ સ્ટેન્ડની અંદર બસને રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને જ્યાં સુધી એસટી બસો શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ બસોને જવાની દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી ત્યારે એસ.ટી બસ ડેપોના મેનેજર તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેમણે એસટી બસની જે જરૂરિયાત છે તે રૂટ તાત્કાલિક કાર્યરત કરવામાં આવે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી જેથી કરીને ધારાસભ્ય અને વિદ્યાર્થીઓએ ચક્કાજામ ખુલ્લો કર્યો હતો જોકે સમયસર બસોને શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ફરી પાછા કોંગ્રેસના આગેવાનો દ્વારા એસટી બસ ડેપો ખાતે ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી




Latest News