મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા રોડે બાલાજી ક્લિનિક ચાલતો બોગસ ડોક્ટર ઝડપાયો


SHARE











વાંકાનેરના રાતાવિરડા રોડે બાલાજી ક્લિનિક ચાલતો બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબીના જુદા જુદા વિસ્તારમાંથી અગાઉ અનેક વખત બોગસ ડોક્ટર ઝડપાયા છે તેવામાં મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર તાલુકાના સરતનપર રાતાવિરડા રોડ ઉપર બાલાજી ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સ પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હોવા છતાં પણ તે લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બોગસ ડોક્ટરને પકડીને પોલીસે તેની પાસેથી ૫૨૮૪૪ ની કિંમતની દવાઓ કબજે કરી હતી 

વાંકાનેર તાલુકાનાં ઢુવા પીએસસીના ધવલભાઈ નવીનચંદ્ર રાઠોડ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તા જાતે વાણીયા (ઉંમર ૩૫) રહે. જુના જાંબુડીયા ગોપાલભાઈ ભરવાડના મકાનમાં મૂળ રહે. બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, સરતાનપર રોડ ઉપર રાતાવિરડા તરફ જતા રસ્તે રોસા સિરામિકની સામેના ભાગમાં બાલાજી ક્લિનિક નામનું દવાખાનુ સુરેન્દ્રકુમાર ગુપ્તા ચલાવતા હતા અને ત્યાં જ્યારે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં પણ તે બીમાર દર્દીઓની સારવાર કરી લોકોના આરોગ્યની સાથે ચેડા કરતો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૫૨૮૪૪ ની કિંમતની એલોપેથિક દવાઓ કબજે કરી હતી અને તેની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૩૬ અને મેડિકલ પ્રેક્ટિસ એકટ ૩૦ અને ૩૩ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

નવા માલણીયાદ જુગાર

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રીંગરોડ પર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગરની રેડ કરવામાં આવતા હરિકૃષ્ણભાઈ હરજીવનભાઈ પરમાર, અનિરુદ્ધસિંહ સુરુભા રાઠોડ, બળદેવભાઈ થોભણભાઈ પરમાર અને પ્રકાશભાઈ નાગજીભાઈ ડાભી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૧૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને તેની સામે જુગારધારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News