મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જુના લુણસરીયા ગામે પતિએ ધૂળ કચરા બાબતે કહેતા પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું


SHARE











વાંકાનેરના જુના લુણસરીયા ગામે પતિએ ધૂળ કચરા બાબતે કહેતા પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું

વાંકાનેરના જુના લુણસરીયા ગામે રહેતી પરિણીતાને તેના પતિએ ધૂળ કચરા બાબતે કહ્યું હતું જે તેને લાગી આવતા તેને ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના જુના લુણસરીયા ગામે રહેતા મનસુખભાઇ કાળુભાઇ રાઠોડના પત્ની રેખાબેન મનસુખભાઈ રાઠોડ (ઉંમર ૨૬)ને મનસુખભાઈએ ઘરમાં ધૂળ કચરા બાબતે કહ્યું હતું જે બાબતે તેને લાગી આવતા રેખાબેને ફ્રીજ ઉપર પડેલ ફિનાઇલની બોટલમાંથી ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્ન ગાળો છ વર્ષનો છે અને સસરા સાથે રહે છે હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News