મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

મોરબીના પાંચ શિક્ષકોની કૃતિઓને જીસીઆરટી સહિતની શિક્ષણ સંસ્થાઓના શિક્ષણવિદોએ પ્રોત્સાહિત કરી


SHARE











મોરબીના પાંચ શિક્ષકોની કૃતિઓને જીસીઆરટી સહિતની શિક્ષણ સંસ્થાઓના શિક્ષણવિદોએ પ્રોત્સાહિત કરી

શિક્ષણ વિભાગ અને જી સી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત સાતમો રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ ગત તા.૧૩ થી ૧૫ માર્ચના સાબરકાંઠા જિલ્લાના ડાયટ ભવન ઈડર ખાતે યોજાયો હતો.જેમાં સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા કક્ષાએ પસંદ થયેલ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતા.રાજ્ય કક્ષાનાં આ ફેસ્ટીવલમાં મોરબી જિલ્લામાંથી પસંદ થયેલ પાંચ શિક્ષકોએ પોતાના ઇનોવેશન રજુ કર્યા હતા.જેમાં પ્રાથમિક વિભાગમાં માળીયા તાલુકાના શિક્ષક બેચરભાઈ ગોધાણી, ટંકારા તાલુકાના કલ્પેશભાઈ પટેલ અને વિધીબેન પટેલ તેમજ માધ્યમિક વિભાગમાં ટંકારાના પ્રવિણભાઈ વાટકિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી અમીતભાઈ તન્નાએ પોતાની શાળાઓમાં કરેલ બેસ્ટ પ્રેક્ટિસ રજુ કરી હતી.આ કાર્યક્રમમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ અને જીસીઈઆરટીના નિયામક પ્રફુલભાઈ જલુ,.તાજેતરમાં નિવૃત થયેલ ટી.એસ.જોશી તેમજ શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે આ શિક્ષકોના સ્ટોલની મુલાકત લઈ તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.






Latest News