મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાં દવા છાંટતા સમયે તરસ લગતા ઝેરી દવા વાળા ડબલાથી પાણી પી ગયેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાં દવા છાંટતા સમયે તરસ લગતા ઝેરી દવા વાળા ડબલાથી પાણી પી ગયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ગારિયા ગામે યુવાન ખેતરમાં દવાનો છટકાવ કરતો હતો ત્યારે પાણીની તરસ લાગતા ઝેરી દવા વાળા ડબલથી પાણી પી ગયો હતો જેથી તેને ઝેરી અસર થઇ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લાવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ગારિયા ગામે રહેતા શક્તિસિંહ ગોવુભા વાળા (૩૭) પોતાની વાડીએ ઝેરી દવાનો છંટકાવ કરવાની કામગીરી કરતાં હતા ત્યારે તેને પાણીની તરસ લાગતા પાણી ઝેરી દવા વાળા ડબલથી પી ગયા હોવાના કારણે શક્તિસિંહ વાળાને ઝેરી અસર થઇ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની જાણ પોલીસને જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News