મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

રાજકોટની જેલમાંથી પેરોલ રજા ઉપર છૂટીને ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લોની ટીમે દબોચ્યો


SHARE





રાજકોટની જેલમાંથી પેરોલ રજા ઉપર છૂટીને ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લોની ટીમે દબોચ્યો

ભાવનગર ખુન કેસમાં રાજકોટ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપતા પાકા કામના કેદીને ફર્લોરજા મળી હતી અને તે છેલ્લા ત્રણેક માસથી ફરાર હતો જે કેદીને મોરબી પેરોલ ફર્લો એલ.સી.બી.ની ટીમે પકડી પાડીને આગળની કાર્યવાહી કરેલ છે. 

મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન વિક્રમસિંહ બોરાણા અને સહદેવસિંહ જાડેજાને સયુકત બાતમી મળી હતી જેના આધારે પાકા કામના કેદી નં. ૪૭૩૦૩ સોયેબ હૈદર જેડા જાતે મીયાણા (ઉ.૩૧) રહે. કુંભારવાડાનારીરોડહાઉસીંગબોર્ડ કવાટર નંબર -૩૧૮ ભાવનગર વાળો ભાવનગર ડી. ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને ૨૦૧૧ ના વર્ષમાં ખુનના ગુનામાં સંડોવાયેલ હોય જે આરોપીને ભાવનગરની કોર્ટે ૨૦૧૫માં આજીવન કેદની સજા કરેલ છે આ આરોપીને ૨૦૧૫ થી રાજકોટ જિલ્લા જેલમાં હતો અને તા.૨૪/૧૧/૨૦૨૧ થી ૧૪ દિન ની ફર્લોરજા ઉપર છુટેલ હતો જો કે, તા ૯/૧૨/૨૦૨૧ નારોજ જિલ્લા જેલ રાજકોટ ખાતે હાજર ન થઈને ફર્લોરજા ઉપરથી ફરાર થયેલ હતો જે આરોપી માળીયા મી. તાલુકાના ખીરઇ ગામે હોય જેને ખીરઇ ગામેથી પકડી હસ્તગત કરી રાજકોટ જિલ્લા જેલ ખાતે આગળની સજા કાપવા મોકલી આપવામાં આવેલ છે.






Latest News