મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન માટે કેમ્પ યોજાશે


SHARE





મોરબી-વાંકાનેરમાં ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન માટે કેમ્પ યોજાશે

મોરબી જીલ્લાના ખાદ્યચીજના તમામ ઉત્પાદકોપેકર્સહોલસેલર્સરેટેઈલર્સસંગ્રાહકોફેરીયાઓકોલ્ડ સ્ટોરેજ ધારકોહોટલરેસ્ટોરન્ટડીસ્ટ્રીબ્યુટર્સટ્રાન્સ્પોર્ટર્સ વગેરે કે જેઓ ખાદ્યચીજના વેપાર સાથે સંકળાયેલ હોય તેઓ તમામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ ના કાયદા હેઠળ ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાનું ફરજિયાત હોય છે તે માટે ડેઝીગ્નેટેડ ઓફીસરની કચેરીખોરાક અને ઔષધ નિયમન તંત્રમોરબી દ્વારા તા. ૪/૩ ના રોજ તાલુકા પંચાયત વાંકાનેર ખાતે સવારે ૧૦-૦૦ કલાકથી અને તા. ૨/૩ અને તા. ૮/૩ ના રોજ મોરબી ટાઉનહોલ ખાતે સવારે ૧૦-૦૦ કલાકથી કેમ્પ યોજાશે જેમાં કચેરીના જ કર્મચારીઓ અને અધિકારી દ્વારા ઓનલાઈન અરજી સ્થળ પર જ કરીને સ્થળ પર જ વેપારીઓને ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ આપવામાં આવશે.

આમાં ૧૨ લાખથી ઓછાં વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓએ ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ મેળવવાનું રહેશે અને ૧૨ લાખ કરતાં વધારે વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓએ ફુડ લાયસન્સ મેળવવાનું રહેશે. ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ માટે ધંધાના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટોધંધાના માલિકનું આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઈવીંગ લાયસન્સ (રહેઠાણના પુરાવાવાળું)ધંધાના સ્થળનો માલીકી કે ભાડુઆતી પુરાવો (લાઈટબીલ / વેરાપાવતી / ભાડા કારાર વ.)ધંધાના વાર્ષિક ટર્નઓવર અંગેનો પુરાવોધંધાના માલિકનું મેઈલ આઈ ડી. વગેરે પુરાવા રજુ કરવાના રહેશે. ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ માટે ફી ની રકમ એક વર્ષ માટે ૧૦૦/- મહત્તમ પાંચ વર્ષની ફી રૂ. ૫૦૦/- ભરી શકાશે અને ફી ઓનલાઈન ગુગલ પે / ફોન પે વ. થી ભરી શકાશે જયારે સ્ટેટ ફુડ લાયસન્સ માટે ફી ની રકમ એક વર્ષ માટે ૨૦૦૦/-, ૩૦૦૦/- અથવા રૂ. ૫૦૦૦/- ધંધાની કેટેગરી મુજબ હોય છે જે પણ વધુમાં વધુ પંચા વર્ષની ભરી શકાય છે વધારે માહિતી માટે ડેઝીગ્નટેડ ઓફીસરની કચેરીખોરાક અને ઔષધ નિયમન તંત્રબ્લોક-સીબીજો માળરૂમ નં. ૨૨૯-૨૩૦મુખ્ય સેવા સદનસો ઓરડી વિસ્તાર સામાકાંઠે મોરબીની કચેરીનો રૂબરૂ સંપર્ક તેમજ ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૦૧૩ પર કરી શકાશે. 






Latest News