મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો પાક મુલ્યવૃદ્ધિ માટે સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે


SHARE







મોરબી જિલ્લાના ખેડૂતો પાક મુલ્યવૃદ્ધિ માટે સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

રાજ્યના ખેડૂતો પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી અને મેનેજમેન્ટ તરફ વળતા થાય, પ્રોસેસિંગના માધ્યમથી તેમની ઉપજનું વધુ મૂલ્ય મેળવતા થાય તે હેતુથી પોસ્ટ હાર્વેસ્ટ યુનિટ સ્થાપવા રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ધાન્ય પાક માટે (ડાંગર સિવાય) ક્લીનર, ગ્રેડર, ડીસ્ટોનર, કલર મોર્ટર, બેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીન, કઠોળ પાક ક્લીનર, ગ્રેડર, ડીસ્ટોનર, કલર સોર્ટર, બેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીન, પલ્ચરાઈઝર, તેલીબીયા પાક માટે ક્લીનર,  ગ્રેડ ડીસ્ટોનર, કલર સોર્ટર, બેગ ફીલિંગ એન્ડ સીલીગ મશીન, ડીહસ્કર ડીકોટીકેટર, મીની ઓઈલ મિલ (૧૦૦-૨૦૦ કી.ગ્રા./કલાક), પેકેજીંગ (ફીલિંગ), મશીનરી, મરી-મસાલા પાક માટે  ક્લીનર, ગ્રેડર, ડીસ્ટોનર, કલર સોર્ટર, બેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીન, પલ્ચરાઈઝર, ગ્રાઈન્ડર મસાલા દળવાની ઘંટી, બેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીન જેવા સાધનોની ખરીદી માટે પ્રોસેસિંગ યુનિટના ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૧૦,૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય બેંક એન્ડેડ મળવાપાત્ર રહેશે.

આ યોજનાનો લાભ મેળવવા અરજી તા.૨૧/૩ સુધી આઈ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને પ્રોજેક્ટ રીપોર્ટ સાથે અરજી જીલ્લાના નાયબ ખેતી નિયામકની કચેરીમાં અસલમાં તાત્કાલિક રજુ કરવાની રહેશે વધુ માહિતી માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરી, ૨૩૦, તાલુકા સેવા સદન, લાલ બાગ, સામા કાંઠે, મોરબી નો સંપર્ક કરવા એસ.એ.સિણોજીયા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવેલ છે.




Latest News