મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં ગેસ્ટ લેક્ચરમાં વિક્રમસિંહ ચૌહાણ વિદ્યાર્થીઓને આપી એગ્રીકલ્ચરની માહિતી


SHARE





મોરબીની નીલકંઠ સ્કૂલમાં ગેસ્ટ લેક્ચરમાં વિક્રમસિંહ ચૌહાણ વિદ્યાર્થીઓને આપી એગ્રીકલ્ચરની માહિતી

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે બિઝનેસ ક્લાસ-ગેસ્ટ લેક્ચરમાં ડિસ્ટ્રીકટ એગ્રીકલ્ચર ઓફિસર વિક્રમસિંહ ચૌહાણ આવ્યા હતા અને તેઓએ ધો. ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓને પોતાના વિષય એગ્રીકલ્ચર વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે પોતાના જીવનથી લઈને પોતાના પ્રોફેસનના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કર્યા હતા સાથોસાથ કૃષિ શા માટે આપણા દેશ માટે મહત્વ ધરાવે છે.?, કૃષિ ક્ષેત્રે કેટલી તકો રહેલી છે? જેવા વિષયોને રસાળ શૈલીમાં વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્યા હતા અને FPO-ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈજેશન વિશે માહિતી, કોમર્સના વિદ્યાર્થીઓ કઈ રીતે એગ્રીકલ્ચર સાથે જોડાય શકે છે ?, કૃષિ એ કઈ રીતે કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક ઉભી કરી શકે છે ?, કૃષિ ક્ષેત્ર કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે પણ કઈ રીતે ઉપયોગી છે ? વિગેરે માહિતી આપી હતી અને આ કાર્યક્રમના અંતે નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુ વડસોલા અને નવનીત કાસુન્દ્રા દ્વારા વિક્રમસિંહ ચૌહાણનો આભાર કરવામાં આવ્યો હતો






Latest News